કેરીની ગોટલી ફેકીન દેતા, ફાયદા જાણશો તો દંગ રહી જશો
Pic credit - Socialmedia
ઉનાળામાં કેરી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો રોગો સામે લડવામાં મદદ કરે છે. પરંતુ, માત્ર કેરી જ નહીં, તેની ગોટલી પણ તમને સ્વસ્થ્ય માટે ફાયદાકારક છે.
કેરીની ગોટલીમાં વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-સી, પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.
કેરીની ગોટલીમાં વિટામિન સી મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. તેમજ તેને ખાવાથી શરીરને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે.
કેરીની ગોટલી ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ગોટલીનો ફેસ પેક લગાવવાથી ખીલ અને ટેનિંગની સમસ્યા દૂર થાય છે.
કેરીની ગોટલી તણાવ દૂર કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી મન શાંત રહે છે. ઉપરાંત, તે માનસિક સ્વાસ્થ્યને સુધારે છે.
કેરીની ગોટલી પાણીમાં પલાળી રાખો અને તેને સારી રીતે સૂકવી લો. આ પછી તેને પીસીને તેનો પાવડર બનાવી લો અને સવાર-સાંજ તેનું સેવન કરો ફાયદો થશે
કેટલાક લોકો કેરીની ગોટલીને બાફિને સુકવીને, શેકીને તેનો મુખવાસ બનાવે છે , જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે