ઘરે કૂંડમાં ફુદીનો કેવી રીતે ઉગાડવો, જાણો પ્રક્રિયા

13 April, 2024 

Image - Socialmedia

ઉનાળાની ઋતુમાં ફુદીનાનો ભરપૂર ઉપયોગ થાય છે.

Image - Socialmedia

આજે અમે તમને જણાવીશું કે ઘરે કૂંડામાં ફુદીનો કેવી રીતે ઉગાડી શકાય છે.

Image - Socialmedia

આ માટે સૌથી પહેલા તાજો ફુદીનો બજાર માંથી લઈ આવો 

Image - Socialmedia

હવે તેની ડાળખી અને પત્તાને અલગ કરી લો પછી ડાળખીઓને લગભગ 10 કલાક પાણીમાં પલાળી રાખો.

Image - Socialmedia

ત્યાર બાદ એક માટીનું કૂંડુ લો અને તેમાં માટી અને ખાતર મિક્સ કરીને ભરો.

Image - Socialmedia

10 કલાક પછી, પલાળેલા ફુદીનાની ડાળખીમાંથી મૂળ નીકળવા લાગશે અને હવે તેને મૂળ સાથે જ કૂંડામાં રોપી દો.

Image - Socialmedia

ફુદીનાના છોડને સવાર-સાંજ પાણી આપતા રહો, કૂંડુ ભીનુ રહે એટલુ જ પાણી આપવું વધારે પાણી આપવાથી મૂળ સડી જશે

Image - Socialmedia

તમે જોશો કે 4થી 5 દિવસમાં ફુદીનાની ડાળખીઓ બહાર આવી નાના પાન ઉગવા લાગશે

Image - Socialmedia

આ બાદ લગભગ 25 દિવસ પછી કૂંડામાં ફુદીનાના મોટા મોટા પાન આવા લાગશે અને છોડ ઉપયોગ માટે યોગ્ય બની જશે.

Image - Socialmedia