ઘણી સ્ત્રીઓને અનિયમિત પીરિયડ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે.તો જાણો શા માટે નિયમિત પીરિયડ્સ આવવું જરૂરી છે? પીરિયડ્સ નિયમિત કરવાની કેટલીક ટીપ્સ આજે અમે તમને જણાવશું
અનિયમિત પીરિયડ્સ ક્યારેક નુકસાનકારક બની શકે છે. તેનાથી એનિમિયા, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, ગર્ભાશયની દિવાલ જાડી થવી, વંધ્યત્વ, ઑસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
અનિયમિત પીરિયડ્સ ઘણા કારણોસર થઈ શકે છે. જેમ કે- તણાવ, વધુ પડતી કસરત, ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ, PCOS, બર્થ કંન્ટ્રોલ પીલ.
ઓમેગા 3 ખોરાક લેવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. જેના કારણે હોર્મોન્સ સંતુલિત રહે છે. પીરિયડ્સને નિયમિત કરવામાં તે ફાયદાકારક છે.
પીરિયડ્સને નિયમિત કરવા માટે તમે તમારા આહારમાં અનાનસ ઉમેરી શકો છો. તેમાં હાજર બ્રોમેલેન કમ્પાઉન્ડ અનિયમિત પીરિયડ્સને ઠીક કરે છે અને લોહીના પ્રવાહમાં પણ સુધારો કરે છે.
પીરિયડ્સ બંધ કરતી અથવા પીરિયડ્સની તારીખ લંબાવતી દવાઓ લેવાનું ટાળો. ડૉક્ટરની સલાહ લો. આ ગોળીઓ પીરિયડ્સ સાયકલને બગાડે છે.
તમારી જીવનશૈલીમાં યોગ અને વ્યાયામ ઉમેરો. આ તમને સ્વસ્થ અને ફિટ રાખે છે. ઉપરાંત, યોગ હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે.
તમારે તણાવ લેવાનું ટાળવું જોઈએ. શક્ય તેટલું ખુશ રહો કારણ કે તણાવ હોર્મોનલ સંતુલનને ખલેલ પહોંચાડે છે, જે પીરિયડ સાયકલને ખલેલ પહોંચાડે છે.
જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો ડોક્ટરની સલાહ લો.અને યોગ્ય સારવાર કરાવો.