ગળામાં ખરાશ હોય તો શું કરવું ? જાણો ઘરગથ્થું ઉપાય

16 July 2024

Credit: Pexels

ચોમાસાની ઋતુમાં, વારંવાર વરસાદમાં ભીના થવાથી ગળામાં દુખાવો કે ખરાશ અનુભવાય છે.

ખરાશ બોલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ગળામાં પણ દુખાવો થઈ શકે છે. જાણો ગળામાં ખરાશની સ્થિતિમાં તમે કયા ઉપાયો કરી શકો છો

ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે તમારે કોગળા કરવા જોઈએ. હૂંફાળા પાણીમાં મીઠું અને હળદર ઉમેરી કોગળા કરો.રાહત મળશે

ગળામાં દુખાવો, ખરાશ અને ભારેપણું દૂર કરવા માટે તમે નાસ લઈ શકો છો.

ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે તમારે આદુનું સેવન કરવું જોઈએ. તેના અર્કમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.

ગળામાં દુખાવો થવા પર 1 ચમચી મધ 2 કાળા મરી લો.આ મિશ્રણ રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો, દુખાવામાં રાહત મળશે.

વરસાદમાં ભીના થયા પછી લવિંગ અને કાળા મરીનો ઉકાળો પીવો. તેની તાસીર ગરમ હોય છે, જે ગળાના દુખાવામાં રાહત આપે છે.

હળદરનું સેવન કરવાથી ગળાના દુખાવા અને ખરાશમાં રાહત મળે છે. તેના એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-સેપ્ટિક ગુણો ખૂબ અસરકારક છે.