જો અચાનક આગ લાગવાની ઘટના બને તો શું કરશો? આ રીતે બચો અને બીજાને બચાવો
27 May, 2024
Image - Instagram
રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ આખો દેશ હચમચી ગયો છે
Image - Instagram
આવા અકસ્માતો દરમિયાન સલામત રહેવા માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યારે અચાનક આગ લાગતા શું કરવું જોઈએ?
Image - Instagram
જો ઘરમાં ક્યાંક આગ લાગે તો ગભરાવાને બદલે તે જગ્યાએ ભીનો ધાબળો, રેતી કે માટી નાખવી જોઈએ. જો આગ ઝડપથી ફેલાઈ રહી હોય તો તમારે તાત્કાલિક બહાર નીકળી જવું જોઈએ.
Image - Instagram
જો તમારી પાસે અગ્નિશામક ઉપકરણ છે અને તમે તેને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણો છો, તો તેને ઉપયોગ કરો
Image - Instagram
આગ વધે તો ફાયર બ્રિગેડને કૉલ કરવા માટે 101 અથવા 112 ડાયલ કરો
Image - Instagram
જો તમે કોઈ મોટી ઈમારત કે ઓફિસમાં આગની ઝપેટમાં આવી જાઓ તો તરત જ ફાયર એલાર્મ ચાલુ કરો
Image - Instagram
જો આગ ફેલાઈ રહી હોય તો ઘૂંટણીયે ચાલી આગ લાગેલી જગ્યાએથી બહાર નિકળવાનો પ્રયાસ કરો
Image - Instagram
આગ લાગે તો તરત જ ઘર કે જે તે જગ્યા હોવ અને મેઈન સ્વીચ બંધ કરી દો
Image - Instagram
જો આગ લાગે તો લિફ્ટ નહી પણ સીડીઓનો ઉપયોગ કરો , જો ત્યાં હોય તો ઈમરજન્સી વિન્ડોનો ઉપયોગ કરો.