જયા કિશોરી પાસેથી જાણો પ્રેમ અને મોહમાં શું છે તફાવત
Pic credit - Freepik
જયા કિશોરી એક પ્રખ્યાત કથાવાચક તેમજ મોટીવેશનલ સ્પીકર છે. તેણે પોતાની કથાથી દેશ-વિદેશમાં અનેક લોકોને માર્ગદર્શન આપ્યું છે.
જયા કિશોરી
જયા કિશોરીના મતે પ્રેમ અને મોહ બે અલગ-અલગ વસ્તુઓ છે, તેમની વચ્ચે ફરક છે પણ તેને કોઈ સ્વીકારતું નથી.
પ્રેમ અને મોહ
જયા કિશોરી કહે છે કે મોટાભાગના લોકો મોહને પ્રેમ કહે છે, ઉદાહરણ આપતા જયા કહે છે કે ધૃતરાષ્ટ્રે દુર્યોધન માટે જે કર્યું તે મોહ હતો.
મોહનું ઉદાહરણ
જયા કહે છે કે જો તમે કોઈને પ્રેમ કરો છો અને તમે તેની સાથે બંધન અનુભવો છો, તો નક્કી એ પ્રેમ નથી. પ્રેમ તમને સ્વતંત્ર રહેવાની આઝાદી આપે છે.
પ્રેમ આપે છે સ્વતંત્રતા
જયાએ અર્જુન અને કૃષ્ણને પ્રેમનું પ્રતીક ગણાવ્યું છે. જયા કહે છે કે પ્રેમ અર્જુન અને કૃષ્ણ વચ્ચે છે. ખોટું હતું ત્યારે ટોક્યા હતા, જ્યારે સાચા હતા ત્યારે સાથ આપ્યો.
પ્રેમનું પ્રતીક
કોઈપણ સંબંધ શરૂ કરતા પહેલા તમારે પ્રેમ અને મોહ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ.
તફાવત જાણવો જરૂરી છે
આનાથી તમે તમારી અને તમારા પાર્ટનરની લાગણીઓને સારી રીતે સમજી શકશો.
લાગણીઓને સમજો
રિલેશનશિપમાં આવવાની ભૂલથી પણ ઉતાવળ ન કરો. તે પહેલા તમારી લાગણીઓને સારી રીતે સમજો અને પછી વિચારીને જ આગળ વધો.