03 AUG 2024

સવારે હળદર ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થશે? આ જાણો

Pic credit - Freepik

હળદર એ રસોડામાં રહેલો એક હાજરા હજુર મસાલો છે. જેનો ઉપયોગ સ્વાદ, સ્વાસ્થ્ય અને સુંદરતા વધારવા માટે થાય છે.

હળદર 

હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ, બી6 વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ અને ફાઈબર જેવા ગુણો મળી આવે છે.

પોષક તત્વો

જો તમે રોજ એક ચપટી હળદર ખાઓ છો તો તેનાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો જોવા મળે છે

એક ચપટી હળદર 

સવારે હળદરનું પાણી પીવાથી પાચનક્રિયા સારી રહે છે. ઉનાળાની ઋતુમાં પાચન સંબંધી સમસ્યાઓ ઘણી જોવા મળે છે.

પાચનક્રિયા

હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન નામનું કમ્પાઉન્ડ હૃદય સંબંધિત રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ છે.

હ્રદય માટે

જાડાપણું ઓછું કરવા માટે તમે સવારે ખાલી પેટ હળદરના પાણીનું સેવન કરી શકો છો. તમે હળદરવાળી ચાનું સેવન પણ કરી શકો છો.

વજન ઘટાડવું 

સવારે હળદરનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદરૂપ છે.

રોગપ્રતિકારક શક્તિ