01 July 2024

સરસવના તેલથી પગના તળિયાની કરો માલિશ, થશે આ ફાયદો

Pic credit - Freepik

મોટાભાગના લોકો ભારતીય રસોડામાં મસ્ટર્ડ ઓઈલનો ઉપયોગ શાક વઘારવા માટે થાય છે.

સરસવનું તેલ

આ તેલનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. માલિશમાં પણ આ તેલ ઉપયોગી છે. સરસવના તેલની તાસીર ગરમ  હોય છે

તેલ 

જો પગના તળિયાને સરસવના તેલથી માલિશ કરવામાં આવે તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે, તો ચાલો જાણીએ.

પગના તળિયાની માલિશ

સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, જેનાથી પિંડીનો દુખાવો અને ખેંચાણથી રાહત મળે છે.

દર્દથી રાહત

સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી થાક દૂર થાય છે અને તણાવથી પણ રાહત મળે છે.

થાકથી રાહત

તેને પગ અને હાથના તળિયા પર માલિશ કરવાથી શરદી અને ઉધરસથી રાહત અને રક્ષણ મળે છે, શિયાળામાં બાળકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

શરદીથી રાહત

રાત્રે સૂતા પહેલા સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી આરામ મળે છે, જેનાથી ઊંઘ પણ સારી આવે છે.

ઊંઘમાં સુધારો

ઉનાળામાં સરસવનું તેલ લગાવવાથી ત્વચામાં ચીકાશ હોય તેવું ફિલ થઈ શકે છે. જો તમને ત્વચાની એલર્જી હોય તો સરસવના તેલની માલિશ કરવાનું ટાળો.

આ પણ ધ્યાનમાં રાખો