દીવો પ્રગટાવતી વખતે શું બોલવું જોઈએ? જાણો

03.06.2024

હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવ્યા વિના કોઈપણ પૂજા-પાઠ સંપન્ન નથી થતા

દરરોજ સવાર-સાંજ દીપ  પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

આ સાથે જ ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ચારે તરફ સકારાત્મકતા જળવાઈ રહે છે.

તો આવો જાણીએ કે દીવો પ્રગટાવતી વખતે શું બોલવુ જોઈએ.અહીં આપણે એ પણ જાણીશું કે દીવો પ્રગટાવવાનો સાચો નિયમ શું છે.

પૂજા કરતી વખતે દેવી-દેવતાઓની મૂર્તિ કે ફોટોની સામે જ દીવો રાખવો જોઈએ.

દીપ પ્રગટાવતી વખતે 'શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદામ, શત્રુ બુદ્ધિ વિનાશય, દીપ જ્યોતિ નમોસ્તુતે.' મંત્ર બોલવો જોઈએ.

આ મંત્રનો અર્થ એ છે કે સર્વેનું શુભ અને કલ્યાણ કરનારી, આરોગ્ય અને ધન સંપદા દેનારી, શત્રુ બુદ્ધિનો વિનાશ કરનારી દીપકની જ્યોતિને પ્રણામ કરીએ છીએ.

સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પાસે રોજ એક દીવો જરૂર પ્રગટાવો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

જો તમે ઘીનો દીવો પ્રગટાવો છો તો તેને તમારી ડાબી બાજુ રાખો અને તેલનો દીવો હોય તો જમણી બાજુ રાખો.

એવું કહેવાય છે કે મંદિરમાં દીવો ક્યારેય પશ્ચિમ દિશા તરફ ન રાખવો જોઈએ અને દીવો ખંડિત ન થાય તેનુ ધ્યાન રાખો.

તેલના દીવામાં લાલ વાટ અને ઘીના દીવામાં સફેદ રૂની વાટ રાખો.