જળ કે બિલિપત્ર શિવલિંગ પર સૌથી પહેલા શું ચડાવવુ જોઈએ ?

27 July 2024

આ વર્ષે 16 ઓગષ્ટથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે અને શ્રાવણ મહિનાને શિવજીની પૂજાનું અનેરુ મહત્વ છે. 

શ્રાવણ મહિનામાં દરેક શિવમંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજાનું ખાસ મહત્વ છે. ભોળેનાથને જળ અને બિલિપત્ર અર્પિત કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આવો જાણીએ શિવલિંગ પર સૌથી પહેલા શું ચડાવવુ જોઈએ જળ કે બિલિપત્ર 

ભગવાન શિવ ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા એક કળશ જળથી જ પ્રસન્ન થઈ જાય છે. તો શિવલિંગ પર સૌથી પહેલા જળ ચડાવવું જોઈએ.

જળ ચડાવ્યા બાદ જ શિવલિંગ પર બિલિપત્ર અર્પિત કરો. બિલિપત્ર શિવજીને ઘણા પ્રિય છે.

શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ દૂધ, દહીં, મધ અને બાકી પૂજા સામગ્રી અર્પિત કરવાની હોય છે.

શિવલિંગ પર 3,5,7,9 કે 11 બિલિપત્ર અર્પિત કરવા જોઈએ અને બિલિપત્ર ચડાવતી વખતે 'ॐ नम: शिवाय' મંત્રનો જાપ કરો

શિવલિંગ પર ખંડિત બિલિપત્ર ન ચડાવવુ જોઈએ