27 May 2024

ઘરમાં લાકડાનું મંદિર હોય તો આ બાબતોનું ધ્યાન રાખો

Pic credit - Freepik

ઘરમાં દેવી-દેવતાઓની પૂજા કરવા માટે ઘણા લોકો અલગથી સ્થાન બનાવે છે. તો અમુક લોકો લાકડાનું મંદિર બનાવડાવે છે.

લાકડાનું મંદિર

સીસમ અથવા તો સાગનું લાકડું મંદિર બનાવવા માટે શુભ માનવામાં આવે છે.

ક્યું લાકડું

ઘરમાં લાકડાનું મંદિર સ્થાપન કરવા માટે ઉત્તર દિશાને શુભ માનવામાં આવે છે. આ સિવાય પૂર્વ દિશામાં પણ તમે મંદિરને રાખી શકો છો.

દિશાનું ધ્યાન

મંદિરનું સ્થાપન કરતા પહેલા તે જગ્યાની સાફ-સફાઈ સારી રીતે કરો અને જગ્યા પર ગંગાજળ છાંટો.

સાફ-સફાઈ

હિન્દુ ધર્મમાં અમુક દિવસને શુભ માનવામાં આવે છે. ઘરમાં મંદિર સ્થાપવા માટે સોમ, બુધ, ગુરુ, શુક્રવારની પસંદગી કરવી જોઈએ.

સ્થાપન દિવસ

ભગવાનની મૂર્તિ સ્થાપવા માટે પહેલા લાલ અથવા પીળા રંગનું કાપડ પાથરવું જરુરી છે. માનવામાં આવે છે કે તેનાથી ભગવાન ખુશ રહે છે.

કાપડ પાથરો

મંદિર સ્થાપન કરવાના નિયમોનું પાલન કરવાથી ભગવાન ખુશ થાય છે. એટલું જ નહીં ભગવાનના આશીર્વાદથી આર્થિક સ્થિતિ પણ સારી થાય છે. 

ધન વૃદ્ધિ

(ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય અને ધાર્મિક માન્યતાઓ પર આધાર રાખે છે. TV 9 ગુજરાતી આ માહિતી માટે પોતે જવાબદાર નથી.)