ચા સાથે ભૂલથી પણ ન કરતા આ વસ્તુઓનું સેવન, થશે ગંભીર સમસ્યાઓ

3 June 2024 

Image - Instagram

ભારતમાં, મોટાભાગના લોકો સવાર હોય , સાંજ હોય કે બપોર ચા મળી જાય તો બાકી બીજુ બધુ સાઈડ પર મુકી દે 

Image - Instagram

ભારતમાં લોકો ચાના એટલા રસિયા છે કે વાત ન પુછો, પણ ચાની સાથે કઈ ખાવાની મોટાભાગના લોકોને ટેવ હોય છે 

Image - Instagram

ચાની સાથે-સાથે લોકો ટોસ્ટ, ચવાણું, બિસ્કિટ ભાખરી જેવી વસ્તુઓ ખાય છે પણ ચા સાથે અમુક વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે 

Image - Instagram

ચાની સાથે રસ્ક એટલે કે ટોસ્ટ , કે બિસ્કિટ ખાવાનું ટાળો કારણ કે તે પહેલાથી મેંદાના બનેલા હોય છે તેમજ તેમા ખાંડની માત્રા પણ વધારે હોય છે તે લાંબાગાળે વજન વધવાનું કારણ બની શકે છે

Image - Instagram

ચા સાથે ચણાના લોટના ભજીયા અને સમોસા ખૂબ ખાવામાં આવે છે, પરંતુ તળેલી અને બેસનની વસ્તુનું ચા સાથે મિશ્રણથી અપચો થઈ શકે છે 

Image - Instagram

ચાની સાથે કે ચા પીધા પછી તરત જ ફળ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો ખાટા ઓડકાર, ઉબકા, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે

Image - Instagram

ચા સાથે ડેરી પ્રોડક્ટ સેવન ટાળવું જોઈએ. ખાસ કરીને ચા પહેલાં કે પછી તરત જ દહીં ખાવાનું ટાળો.

Image - Instagram

ચા પીતા પહેલા, સાથે કે બાદમાં તરત લીલા શાકભાજી  ખાવાનું પણ ટાળવું જોઈએ તેનાથી પેટ સબંધી સમસ્યાઓ થઈ શકે છે

Image - Instagram

ચાની સાથે ગાઠીયા જેવા નમકીન જે ચણાના લોટમાંથી બનેલા હોય છે તે પણ પાચન સંબંધી સમસ્યાઓ કરી શકે છે

Image - Instagram