23.8.2024

નેશનલ હાઈવે પર મુસાફરી કરતા સમયે મળે છે આ સુવિધા, જાણો

Image -Social Media 

દરેક વ્યક્તિ નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે. પરંતુ તેને ધ્યાન નથી હોતુ કે હાઈવે પર કઈ સુવિધાઓ મળે છે.

 મુસાફરી કરતા સમયે થાક લાગે તો તમે રસ્તા પર આવેલા ઢાબા પર રોકાઈ શકો છો.

 ઢાબા પર તમે વિનામૂલ્ય પીવાનું પાણી અને  શૌચાલયની સુવિધા મેળવી શકો છો.

હાઈવે પર અકસ્માત સર્જાતા 108 અથવા 1033 નંબર પર કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી શકો છો.

મુસાફરી દરમિયાન કારમાં પેટ્રોલ ખતમ થઈ જાય તો 1033 કોલ કરીને પેટ્રોલનો ઓર્ડર આપી શકો છો.

પેટ્રોલ લાવવા માટે ડિલિવરી ચાર્જ ફ્રી હોય છે. પરંતુ પેટ્રોલના પૈસા ચુકવવા પડે છે.

કાર ખરાબ થતા મેકેનિક અને ક્રેનની પણ સુવિધા મેળવી શકો છો. પરંતુ કાર રિપેર કરાવવાના પૈસા ચુકવવા પડે છે.

હાઈવે પર મોબાઈલ સિગ્નલ ઉપલબ્ધ નથી. આવા સમયે ટોલ પર પહોંચ્યા પછી ઈમરજન્સી ફોન બૂથનો ઉપયોગ કરી શકો છો.