તમારી પ્રગતિના મોટા દુશ્મન છે આ બે લોકો, ક્યારેય તમને નહીં થવા દે સફળ

16 Aug 2024

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કેટલાક એવા લોકોનું વર્ણન કર્યુ છે જે તમને આગળ વધતા અટકાવે છે.

આચાર્ય ચાણક્ય જણાવે છે કે આ લોકો તમને જીવનમાં ક્યારેય પ્રગતિ નથી કરવા દેતા, હંમેશા આપની નિષ્ફળતાનું કારણ બને છે.

આચાર્ય ચાણક્યના અનુસાર આ લોકોથી દૂર રહેવામાં જ ભલાઈ હોય છે. નહીં તો આપને ગમે ત્યારે નુકસાન ભોગવવુ પડે  છે.

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કહ્યુ છે કે વ્યક્તિએ મૂર્ખ લોકોથી દૂર રહેવુ જોઈએ. મૂર્ખાઓની સંગત ક્યારેય સારી નથી હોતી. 

આચાર્ય ચાણક્યે એ લોકોને પણ મૂર્ખ ગણાવ્યા છે જેઓ દરેક વિષયોમાં ખુદને બીજાથી સર્વોપરી સમજે છે. 

ચાણક્યના અનુસાર આ પ્રકારના લોકો માત્ર સમય બગાડે છે, તેમના ખોટા નિર્ણયોની સજા આપને અનેકવાર ભોગવવી પડે છે.

આ જ કારણથી આચાર્ય ચાણક્ય કહે છે કે મૂર્ખ વ્યક્તિઓથી દૂર રહેવુ જ જીવનમાં સફળ થવા માટે ઘણુ જરૂરી છે.

આચાર્ય ચાણક્યના અનુસાર જો કોઈ વ્યક્તિમાં માત્ર ખામીઓ શોધવાની કે રોદણાં રોવાની આદત હોય તો તેની સંગત તુરંત છોડી દો

તેવા લોકોની સાથે રહેવાની ખરાબ અસર થાય છે. તમે પણ તેની જેમ નકારાત્મક થવા લાગો છો. જેની જીવન પર ખોટી ગંભીર અસર પડે છે.