શ્રાવણ માસમાં સપનામાં શિવલિંગ દેખાવાનો અર્થ છે કે તમે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ પ્રાપ્ત કરશો. તમારી મનોકામના પૂર્ણ થશે.
જે લોકો આદ્યાત્મિક્તા સાથે જોડાયેલા હોય છે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત હોય છે તેમને જો શિવલિંગનું સપનું આવે તો સમજવુ કે ભગવાન શિવ તેમનાથી પ્રસન્ન છે.
સપનામાં શિવલિંગ દેખાવુ એ વિવાહીત જીવનમાં સુખદ પરિવર્તનનો સંકેત આપે છે
શ્રાવણ મહિનામાં જ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે સાધના કરી હતી. આથી આ મહિનામાં સપનામાં શિવલિંગ દેખાવુ એ પ્રેમ અને દાંપત્ય જીવન માટે ઘણુ શુભ ગણાય છે.
જો કોઈ બીમાર વ્યક્તિ સપનામાં શિવલિંગના દર્શન કરે તો તેની બીમારી દૂર થઈ શકે છે
તમારા સપનામાં શિવલિંગ જોવું એ પણ સૂચવે છે કે તમારે હવે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી.
શ્રાવણ મહિનામાં જો તમે સ્વપ્નમાં જોશો કે તમે શિવલિંગને જળ ચડાવી રહ્યા છો તો એ પણ ઘણુ જ શુભ ગણાય છે. તેનો અર્થ તમે જીવનમાં પ્રગતિ કરી શકો છો
જો સ્વપ્નમાં સફેદ શિવલિંગ દેખાય તો સમજી લો કે તમારુ જીવન સકારાત્મક રીતે બદલાઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધવા લાગે છે.