18 august 2024

સવારે ખાલી પેટ અળસીના બીજનું પાણી પીવાથી જાણો શું થાય છે? 

Pic credit - Socialmedia

અળસીના બીજ પોષક તત્વોનો પાવરહાઉસ છે. તેમાં વિટામિન્સ ખનિજ, ફાઇબર, ઓમેગા -3,6 અને ફેટી એસિડ્સ જેવા ગુણધર્મો છે.

Pic credit - Socialmedia

અળસીના બીજના સેવનથી માત્ર શરીરને જરૂરી પોષણ જ નથી મળતું પરંતુ તેનું નિયમિત સેવન કરવાથી  સ્વાસ્થ્યને અદ્ભુત લાભ થાય છે.

Pic credit - Socialmedia

પણ અળસીના બીજ પચવામાં ભારે છે, તેથી પેટ સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે

Pic credit - Socialmedia

આથી તેને રાતભર પાણીમાં પલાળી ખાલી પેટે તેના પાણી સાથે બીજનું સેવન કરવાથી ચમત્કારિક લાભો થાય છે.

Pic credit - Socialmedia

પલાળેલી અળસીનું પાણી પાચન સંબંધી તમામ સમસ્યાઓમાં રાહત આપે છે તેના બીજ એકલા ખાવા તેના કરતા તેને પાલાળી પાણી સાથે સેવન કરવું પચવામાં સરળ છે 

Pic credit - Socialmedia

અળસીના બીજનું પાણી વાળને મજબૂત બનાવે છે તેની સાથે વાળ મુલાયમ અને ચમકદાર બને છે. 

Pic credit - Socialmedia

અળસીના બીજનું પાણી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરીને ડાયાબિટીસના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકે છે.

Pic credit - Socialmedia

ખાલી પેટ અળસીના બીજનું પાણી પીવાથી ત્વચા કોમળ, સ્વસ્થ અને ચમકદાર બને છે. તેમજ ખીલ પણ મટાડે છે.

Pic credit - Socialmedia

આ પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ ખૂબ જ ઊંચું રહેતુ હોય તો પહેલા ડોક્ટરની સલાહ લો   

Pic credit - Socialmedia

ખાલી પેટ તેના પાણી સાથે બીજનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે આથી તમને વારંવાર ભૂખ લાગતી નથી અને વજન પણ ઝડપથી ઉતરે છે

Pic credit - Socialmedia