અંજીરને પલાળીને ખાવા જોઈએ કે સૂકા, જાણો શેનાથી થાય છે વધુ લાભ

15 July 2024

આપને જણાવી દઈએ કે અંજીરમાં અનેક પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. આથી દરેકે તેના ડાયેટમાં અંજીરને સામેલ કરવુ જોઈએ.

અંજીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. પરંતુ સૂકા કે પલાળેલા અંજીર.. શેનાથી થાય છે વધુ લાભ. તેના વિશે જાણો

જો કે તમે સૂકા કે પલાળેલા બંને પ્રકારના અંજીરનું સેવન કરી શકો છો.

જો તમે પલાળેલા અંજીર ખાઓ છો તો તેનાથી અંજીરમાં રહેલા પોષક તત્ત્વ વધુ માત્રામાં પ્રાપ્ત થશે.

સાથે જ પલાળેલા અંજીરમાં પોષક તત્વોની માત્રા સૂકા અંજીરની તુલનામાં વધુ હોય છે.

તેના માટે તમારે અંજીરને દૂધ કે પાણીમાં પલાળીને ખાવા જોઈએ

તમે રાત્રે ગ્લાસમાં પાણી કે દૂધમાં એક-બે અંજીરને પલાળીને રાખી દો અને સવારે ખાલી પેટ તેને ખાઓ.

તેનાથી આપના શરીરમાં રહેલા ફાઈબર, કેલ્શિયમ, આયર્નને સરળતાથી વધારી શકશે.