રાધિકાના લહેંગા પર જોવા મળી અનંત સાથેની તેની લવ-સ્ટોરી, આ લુકને પેઈન્ટિંગે બનાવી દીધુ શાહી
14 જુલાઇ 2024
Credit: Instagram
અંબાણી પરિવારે શનિવારે શુભ આશીર્વાદ સમારોહ યોજીને તેમની નાની વહુ રાધિકા મર્ચન્ટનું સ્વાગત કર્યું હતું. મોટી રાજકીય હસ્તીઓ અને બોલિવૂડ સેલેબ્સે અનંત અને રાધિકાના આશીર્વાદ સમારોહને ખાસ બનાવ્યો હતો
Credit: Instagram
હંમેશની જેમ અનંત-રાધિકા એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. લગ્નમાં બે લહેંગા પહેર્યા બાદ રાધિકાએ આશીર્વાદ સમારોહમાં પણ લહેંગા પહેરીને રોયલ લુક કેરી કર્યો હતો.
જ્યારે રાધિકાએ બ્રાઈટ પિંક લહેંગા પહેરીને ગ્રાન્ડ એન્ટ્રી કરી ત્યારે સહુ કોઈની નજર તેના પર હતી. તેનો લહેંગા તેના જેવો જ ખાસ હતો. તે અસલી સોનાની ઝરદોરીથી બનાવવામાં આવ્યો હતી
Credit: Instagram
નવી-નવેલી દુલ્હનનો આ લહેંગા ખાસ મૂર્તિકાર જયશ્રી બર્મન દ્વારા બનાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં અબુ જાની અને સંગીપ ખોસલાએ ડિઝાઈન કરેલા લહેંગા પર બર્મનની પેઇન્ટિંગ બનાવવામાં આવી હતી.
Credit: Instagram
આ પેઇન્ટિંગને બનાવવા માટે, 12 પેનલનો એક ખાસ ઇટાલિયન કેનવાસ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે પછી તેના પર હાથથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું
Credit: Instagram
અંબાણી પરિવારની નવી દુલ્હનના લહેંગા પર જયશ્રીની આ પેઇન્ટિંગ દ્વારા અનંત-રાધિકાની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે. આ સાથે રાધિકાએ અનંતના હાથીઓ અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમનું પણ સન્માન કર્યું છે.
Credit: Instagram
ગોલ્ડ જરદોરી વર્કથી કરાયેલી બારીક કારીગરીવાળા લહેંગાને રાધિકાએ રેશના દોરાથી ગૂંથેલા બ્લાઉઝ અને દુપટ્ટા સાથે પેયર કર્યો. જે તેના લુકને શાહી બનાવી રહ્યુ હતુ.
Credit: Instagram
રાધિકા ડાયમંડ, સફેદ મોતી અને નીલમણિથી બનેલો હાર, મેચિંગ એરિંગ્સ અને માંગ ટીક્કા પહેરેલી જોવા મળી હતી. તે તેના સમગ્ર લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યુ હતુ.
Credit: Instagram
નીતા અંબાણીની નાની વહુએ પોતાના વાળને ન્યૂનતમ મેક-અપ સાથે બ્રેડ કર્યા હતા, જેમાં તેણે કમળના સાચા ફૂલો લગાવ્યા હતા.
Credit: Instagram
ફેશન ડિઝાઈનર અને ફિલ્મ મેકર રિયા કપૂરે રાધિકાના લહેંગા વિશે તેની તસવીરો શેર કરીને જણાવ્યું છે.