તમારા પાર્ટનરને ક્યારેય ન કહો આ 5 વાતો, સંબંધોમાં ક્યારેય નહીં આવે ખટાશ

17 Aug 2024

પ્રેમ સંબંધ ત્યાં સુધી જ સુંદર રહે છે જ્યા સુધી તે સ્વસ્થ રહે છે. સંબંધોમાં ખટાશ (Toxicity)  આવવાથી તે પહેલા જેવા સામાન્ય અને સ્વસ્થ થવા ઘણા મુશ્કેલ છે.

પ્રેમ સંબંધ

દરેક કપલે તેમના સંબંધમાં પ્રેમને ટકાવી રાખવા માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ

આ વાતોનું રાખો ધ્યાન

સંબંધોને સ્વસ્થ અને પ્રેમપૂર્ણ રાખવો હોય તો તમારા પાર્ટનરને કેટલીક વાતો કહેવાનું ટાળો. કેટલીક વાતોની જાણ ન હોવાથી જ તમારો સંબંધની ખૂબસુરતી જળવાઈ રહે છે. જેવી તમારા પાર્ટનરને કેટલીક વાતો ખબર પડે કે એ સંબંધોમાં ખટાશ આવવા લાગે છે.

કેટલીક વાતો કહેવાનું ટાળો

રિલેશનશિપને લાંબા સમય સુધી ટકાવી રાખવી હોય તો તમારા એક્સ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ વિશે તમારા કરંટ પાર્ટનર સાથે ચર્ચા ન કરો. તેના વિશે કોઈપણ પ્રકારની જાણકારી ન દો.

કેટલીક વાતો કહેવાનું ટાળો

તમારા પાર્ટનરની તમારા એક્સ પાર્ટનર સાથે ક્યારેય પણ તુલના ન કરો, તેની સુંદરતા કે પ્રતિભા વિશે પણ તમારા કરંટ પાર્ટનરને ન કહો. તેનાથી લઘુતાની ભાવના આવી શકે અને તેનાથી સંબંધો ખરાબ થવાની શક્યતા વધી જાય છે. 

એક્સ સાથે સરખામણી ટાળો

તમારા પાર્ટનરને ક્યારેય પણ તમારા ક્રશ વિશે ન જણાવવુ જોઈએ. કોઈ વ્યક્તિ તમારુ ક્ષણિક આકર્ષણ પણ હોય તો પણ તે વાતને ક્યારેય તમારા પાર્ટનર સાથે શેર ન કરો.

તમારા ક્રશ વિશે જણાવો

તમારા પાર્ટનરને ક્યારેય એવુ ન કહો કે તુ પ્રેમને લાયક નથી, ખોટા વ્યક્તિ સાથે દિલ લગાવી લીધુ. તુ મારે લાયક નથી વગેરે. આવુ કહેવાથી તમારા પાર્ટનર પર નકારાત્મક અસર પડે છે અને સંબંધો તૂટવાની સંભાવના વધી જાય છે. 

આ વાતો કહેવાથી ખાસ બચો

તમારા પાર્ટનર સાથે ક્યારેય પણ તેના પરિવારના સદસ્યોની બુરાઈ ન કરો. ભારત જેવા દેશમાં મોટા ભાગના લોકોમાં માતાપિતાનું અગ્ર સ્થાન હોય છે

પરિવારના સદસ્યોની બુરાઈ ન કરો

એવામાં તેના વિશે કોઈપણ નકારાત્મક કમેન્ટ ન કરવી જોઈએ. નહીં તો તેનાથી પાર્ટનર પર ખરાબ અસર ઉભી થાય છે. 

પરિવારના સદસ્યોની બુરાઈ ન કરો