30 august 2024

વારંવાર પગમાં થાય છે દુખાવો ? આ ઘરેલુ ઉપચારથી મેળવો રાહત

Pic credit - Socialmedia

પગના દુખાવાની સમસ્યાના ઘણા કારણોથી થાય છે. ક્યારેક વધારે ચાલવાથી કે લાંબો સમય ઊભા રહેવાથી પગ દુખે છે 

Pic credit - Socialmedia

તો ક્યારેક પોષક તત્વોની ઉણપને કારણે દુખાવો થાય છે. જો શરીરનું વજન વધી જાય ત્યારે પણ પગમાં દુખાવો થઈ શકે છે.

Pic credit - Socialmedia

ક્યારેક આ દુખાવો એટલો વધી જાય છે કે તમને ઉઠવા, બેસવામાં કે ચાલવામાં તકલીફ થવા લાગે છે. 

Pic credit - Socialmedia

ત્યારે આજે તમને પગના દુખાવામાં રાહત મેળવવા માટેના ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છે ત્યારે ચાલો જાણીએ

Pic credit - Socialmedia

શરીરમાં પાણીની ઉણપને કારણે પણ પગમાં દુખાવો થઈ શકે છે. આ માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો.

Pic credit - Socialmedia

સરસવના તેલમાં હળદર પકાવી તેની માલિશ કરવાથી પગના દુખાવામાં ખૂબ રાહત મળે છે.

Pic credit - Socialmedia

એરંડાના તેલનો ઉપયોગ પગના દુખાવામાં રાહત આપે છે. તમે દરરોજ રાત્રે સૂતા પહેલા આ તેલથી માલિશ કરી શકો છો.

Pic credit - Socialmedia

હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખી તમારા બન્ને પગને આ પાણીમાં લગભગ 15 મિનિટ સુધી પલાળી રાખો. તેનાથી પણ રાહત મળશે 

Pic credit - Socialmedia

આદુ અને લસણમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જેનો રસ કાઢીને કોઈપણ તેલમાં મિક્સ કરીને તમારા પગ પર લગાવી શકો છો.

Pic credit - Socialmedia