30.8.2024

કેમ કેટલીક મહિલાઓને મહિનામાં 2 વાર આવે છે પીરિયડ્સ, જાણો કારણ

Image -Freepik

કેટલીક મહિલાઓને મહિનામાં 2 વાર પીરિયડ્સ આવતા હોય છે. જે કેટલીક વાર જોખમી બની જાય છે.

મહિલા શરીરમાં હોર્મોન અસંતુલન હોય ત્યારે તેને આ સમસ્યા થતી હોય છે.

ઘણી મહિલાઓને તણાવ હોવાના કારણે પણ મહિનામાં 2 વાર પીરિયડ્સ આવતા હોય છે.

કેટલીક મહિલાઓમાં PCOS એ એક સામાન્ય હોર્મોનલ ડિસઓર્ડરના કારણે માસિક સ્ત્રાવમાં અનિયમિત આવી શકે છે.

ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ એ બિન-કેન્સર વૃદ્ધિ છે. જેના પગલે પણ મહિનામાં 2 વાર પીરિયડ્સ આવી શકે છે.

પેરીમેનોપોઝના કારણને પણ ઘણી મહિલા આ સમસ્યાથી પીડાતી હોય છે.

થાઈરોઈડ હોવાના કારણે પણ કેટલીક વાર મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.