2.8.2024

મહેંદીનો આ રીતે ઉપયોગ કરવાથી થાય છે અઢળક લાભ, જાણો

Image - Freepik 

મોટાભાગના લોકો મહેંદીથી અવગત છે. તેને મહિલાઓ હાથમાં પણ લગાવે છે. 

ઘૂંટણ અથવા સાંધામાં દુખાવાની સમસ્યામાં મહેંદી અને એરંડાના પાનને સમાન માત્રામાં પીસીને ઘૂંટણ પર લગાવવાથી રાહત મળે છે. 

માઈગ્રેન જેવી સમસ્યાઓ માટે પણ મહેંદી ઉત્તમ વિકલ્પ છે. મહેંદીની પેસ્ટ બનાવી માથા પર લગાવવાથી લાભ થાય છે.

મહેંદીમાં દહીં, આમળાનો પાઉડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને વાળમાં લગાવી 2 કલાક બાદ વાળ ધોઈ લો.

આ રીતે માથામાં મહેંદી નાખવાથી વાળ કાળ, ઘટ્ટ અને ચમકદાર બને છે.

મહેંદીને પીસીને હાથ - પગના તળિયા પર લગાવવાથી શરીરમાં રહેલી ગરમી ઓછી થાય છે. 

દાઝેલા ભાગ પર મહેંદીની પેસ્ટ લગાવવાથી ઘા પર જલ્દી રુઝ આવે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.