નાણાંકિય વર્ષની શરૂઆત પહેલા સરકારને સંસદમાં કેન્દ્રીય કે વચગાળાનું બજેટ રજૂ કરવુ જરૂરી હોય છે. વચગાળાનુ બજેટ ચૂંટણી વર્ષમાં રજૂ કરવામાં આવે છે.આ વર્ષે 1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રીએ વચગાળાનું બજેટ રજૂ કર્યુ
દેશનું પ્રથમ બજેટ 163 વર્ષ પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન રજૂ કર્યુ. આ બજેટને 7 એપ્રિલ 1860માં રજૂ કરવામાં આવ્યુ હતુ.
આઝાદ ભારતનું પ્રથમ બજેટ 16 નવેમ્બર 1947એ રજૂ કરાયુ હતુ. જેને દેશના પ્રથમ નાણાંમંત્રી આર.કે. શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યુ હતુ. જો કે આ ભારતીય અર્થવ્યવસ્થાનો સમીક્ષા અહેવાલ હતો.
1950માં બજેટ રજૂ થયા પહેલા લીક થઈ ગયુ હતુ. તે પછી થી છાપકામનું કામ રાષ્ટ્રપતિ ભવનથી મિન્ટો રોડ સ્થિત પ્રેસમાં શિફ્ટ કરવામાં આવ્યુ. 1980થી બજેટના છાપકામનું નોર્થ બ્લોક સ્થિત સરકારી પ્રેસમાં થવા લાગ્યુ.
પહેલા બજેટ અંગ્રેજીમાં છપાતુ હતુ. 1955થી કોંગ્રેસે હિંદી અને અંગ્રેજીમાં બંનેમાં બજેટની શરૂઆત કરી.
દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુએ 1958-1959નું બજેટ વડાપ્રધાન પદ પર રહેતા પ્રથમવાર રજૂ કર્યુ. પંડિત નહેરુ સહિત ઈંદિરા ગાંધીએ 1970-71નુ બજેટ પીએમ રહેતા રજૂ કર્યુ હતુ. જે બાદ તેમના પુત્ર રાજીવ ગાંધીએ પણ 1987-88નું બજેટ પીએમ પદ પર રહેતા રજૂ કર્યુ હતુ.
ઈંદિરા ગાંધીએ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા હતા. સૌથી વધુવાર બજેટ રજૂ કરવાનો શ્રેય પૂર્વ નાણાંમંત્રી મોરારજી દેસાઈને જાય છે.
1973-74ના બજેટને દેશનું 'બ્લેક બજેટ' ગણવામાં આવે છે. આ બજેટમાં 550 કરોડ રૂપિયાની ખોટ હતી.
મનમોહનસિંહએ પી.વી. નરસિંહ રાવની સરકારમાં નાણાંમંત્રી રહેતા વર્ષ 1991-921માં બજેટ રજૂ કર્યુ હતુ. આ બજેટ ભારતના બદલાવને જોતા સૌથી મહત્વપૂર્ણ ગણાય છે.