10 August 2025

ક્રેડિટ કાર્ડથી 'ઘરનું ભાડું' કેવી રીતે ભરવું? જાણો સરળ પદ્ધતિ 

ક્રેડિટ કાર્ડનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે. એવામાં ચાલો જાણીએ કે, ક્રેડિટ કાર્ડથી કેવી રીતે 'ઘરનું ભાડું' ભરવું. 

સામાન્ય રીતે, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ આપણે ખરીદી કે કોઈ ચુકવણી માટે કરીએ છીએ. 

જો કે, ઘણા લોકો એવા છે કે જે નથી જાણતા કે ક્રેડિટ કાર્ડ થકી ઘરનું ભાડું પણ ચુકવી શકાય છે. 

એવામાં ચાલો જાણીએ કે, ક્રેડિટ કાર્ડથી ઘરનું ભાડું કેવી રીતે ચુકવવું. 

સૌથી પહેલા તો, PayZapp, CRED અથવા Freecharge જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો. 

આ પ્લેટફોર્મ થકી તમે ઘરનું ભાડું સરળતાથી ચુકવી શકો છો. આ પ્લેટફોર્મ તમને સમયસર રીમાઇન્ડર્સ આપે છે. 

વધુમાં તમને રિવોર્ડ્સ જેવા ફાયદા પણ મળી આવે છે. આના માટે તમારે KYC પ્રોસેસ પૂરી કરવાની રહેશે. 

આ ઉપરાંત તમારે નિયમો અને શરતો પણ સ્વીકારવી પડશે, જેથી તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે અને એક્ટિવેટ થઈ જાય. 

આમાં તમે મકાન માલિકને બેનિફિશિયરીના રૂપમાં એડ કરો. હવે બેંક ડિટેલ્સ યોગ્ય ભરો. 

બેંક ડિટેલ્સમાં એકાઉન્ટ નંબર અને IFSC કોડ જેવી વિગતો ધ્યાનપૂર્વક ભરો. 

હવે ભાડા કરાર મુજબ ભાડાની ચોક્કસ રકમ દાખલ કરો અને તેને સબમિટ કરો. 

બસ આટલું કરતાં જ તમારા ઘરનું ભાડું મકાનમાલિકના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. 

ધ્યાન રાખો કે, પ્રોસેસિંગ ફી રેંટ રકમ પર 1% થી 3% જેટલી હોય છે. આ ફી નાણાંકીય સંસ્થાઓ અનુસાર અલગ અલગ હોઇ શકે છે.