બુર્જ ખલીફા પર જાહેરાતો માટે કોણ મંજૂરી આપે છે?

12 June 2024

Credit: Wikimedia common/pixabay/lexica

બુર્જ ખલીફા દુબઈમાં આવેલી સૌથી ઉંચી ઈમારત છે. જેને જોવા માટે દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે.

બુર્જ ખલીફા

તાજેતરમાં બુર્જ ખલીફા પર ચંદુ ચેમ્પિયન ફિલ્મની એક ક્લિપ ચલાવવામાં આવી હતી. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી.

ચંદુ ચેમ્પિયન

બુર્જ ખલીફા પર આ પહેલા પણ અન્ય ફિલ્મો અને મોટી ઘટનાઓ બતાવવામાં આવી છે. પરંતુ આના પર શું ચાલશે તેની મંજૂરી કોણ આપે છે?

કોણ મંજૂર કરે છે?

દુબઈની ડિજિટલ માર્કેટિંગ કંપની edsfzeના રિપોર્ટ અનુસાર એડ બતાવવા માટે બુર્જ ખલિફાના માલિક પાસેથી મંજૂરી લેવી પડે છે.

બુર્જ ખલિફાના માલિક

એમાર પ્રોપર્ટીઝ બુર્જ ખલીફાની માલિક છે. બુર્જ ખલીફા પર તેમની સંમતિ વિના જાહેરાતો ચલાવી શકાતી નથી.

એમાર પ્રોપર્ટીઝ

બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઈમારત હોવાનો રેકોર્ડ ધરાવે છે. તેથી તેના પર જાહેરાતો ચલાવવાની કિંમત પણ એવી જ છે.

સૌથી ઉંચી ઈમારત

રિપોર્ટ અનુસાર બુર્જ ખલીફા પર 3 મિનિટની જાહેરાત બતાવવા માટે 68,073 ડોલર એટલે કે લગભગ 56 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

56 લાખ રૂપિયાનો ખર્ચ

સમય અને દિવસના આધારે જાહેરાતની કિંમત બદલાય છે. અન્ય દિવસો કરતાં શનિવાર અને રવિવારે ખર્ચ વધુ હોય છે.

દિવસ પ્રમાણે કિંમતો