પૂજાથી લઈને રસોઈ સુધી દરેક વસ્તુમાં સૂકા નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ખીર, હલવો, આઈસ્ક્રીમ અને મીઠી વાનગીઓ બનાવવા માટે કરે છે.
સૂકું નારિયેળ
સૂકા નાળિયેરમાં વિટામિન બી6, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
પોષક તત્વો
સૂકું નારિયેળ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જો કે તેની પ્રકૃતિ ગરમ છે - તેથી તેને મર્યાદિત માત્રામાં જ ખાઓ.
ખૂબ જ ફાયદાકારક
સૂકા નારિયેળનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું લેવલ વધારવામાં મદદ કરે છે.
એનિમિયા
સૂકા નારિયેળમાં પોષક તત્ત્વો અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
રોગપ્રતિકારક શક્તિ
સૂકા નારિયેળનું સેવન આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ઓક્સિડેટીવ ડેમેજને અટકાવે છે.
હૃદય
સૂકા નારિયેળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારે છે. તે પાચન માટે ફાયદાકારક છે