પંખામાંથી આવી રહ્યો છે કિચૂડ કિચૂડનો અવાજ, તો આ રીતે  મીનિટોમાં કરો ઠીક

9 April, 2024 

Image - Socialmedia

ગરમીમાં હાલ દરેક ઘરમાં પંખા ધમધોકાર ચાલતા હોય છે. 

Image - Socialmedia

ત્યારે ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પંખા જૂના થવા લાગે ત્યારે તેમાંથી અવાજ આવવા લાગે છે.

Image - Socialmedia

ક્યારેક પંખો એટલો જોરદાર અવાજ કરે છે કે જેના અવાજથી ઊંઘ પણ બગડે છે.

Image - Socialmedia

આવી સ્થિતિમાં ઘણા લોકો તેનાથી કંટાળીને પંખો બદલી નાખે છે. પરંતુ હકીકતમાં ઘણા જૂના પંખાને સર્વિસ કરીને પણ ઠીક કરી શકાય છે

Image - Socialmedia

સીલિંગ ફેનના બ્લેડ પર ઘણી વખત ધૂળ જમા થાય છે, જેના કારણે પંખો ચાલતી વખતે અવાજ કરે છે. આવી સ્થિતિમાં સીલિંગ ફેનની બ્લેડને સાફ કરી લેવી

Image - Socialmedia

સીલિંગ ફેનના બ્લેડ સાથે જોડાયેલા સ્ક્રૂ પણ ક્યારેક ઢીલા પડી જાય છે.આ કારણે પણ પંખો અવાજ કરવા લાગે છે, આથી તમે બ્લેડમાં  સ્ક્રૂ ટાઈટ કરો

Image - Socialmedia

પંખાની મોટર બગડવાના કારણે પણ પંખો અવાજ કરવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ટેકનિશિયન પાસે સીલિંગ ફેનની મોટર ચેક કરાવો

Image - Socialmedia

ઘણી વખત પંખો નમી ગયો હોય ત્યારે પણ તેમાંથી અવાજ આવવા લાગે છે. આવી સ્થિતિમાં પંખા અને તેના પાંખીયાને સીધા કરો 

Image - Socialmedia

ક્યારેક સીલિંગ ફેનમાં ઓઈલ સુકાઈ જવાને કારણે પંખો અવાજ કરે છે. આવી સ્થિતિમાં, પંખાના તમામ ભાગોમાં થોડું તેલ ઉમેરો. 

Image - Socialmedia