જાંબુના પાનમાં અનેક પોષક તત્વો હોય છે. તેનુ સેવન કરવાથી સ્વાસ્થ્યની સમસ્યાઓમાંથી રાહત મળે છે. આવો જાણીએ તેના અનેક ફાયદાઓ વિશે.
જાંબુના પાનમાં રહેલા છે પોષક તત્વોજાંબુના પાનમાં ફાઈબર, આયરન, વિટામીન- A,B,C અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે. આ ઉપરાંત, તેનામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટન ગુણો પણ હોય છે. તેનાથી અનેક લાભ થાય છે.
પાચન માટે ફાયદાકારકજાંબુના પાનમાં મોટી માત્રામાં ફાઈબર રહેલુ હોય છે. એવામાં તેના પાનને ચાવવાથી પાચન સુધરે છે અને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
બ્લડ શુગર કંટ્રોલ કરે જાંબુના માત્ર 2 પાંદડા ચાવવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં અને ઈન્સ્યુલિન વધારવામાં ઘણી મદદ મળે છે.
વજન ઘટાડે છેજાંબુના પાન વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેનાથી શરીરની ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે.
સોજા ઘટાડે છેજાંબુના પાનમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરના ગુણ હોય છે. આથી તેના બે પાન ચાવવાથી પગના સોજા પણ દૂર થાય છે.
ઓરલ હેલ્થ માટે ફાયદાકારકજાંબુના પાનમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. આ પાન ચાવવાથી મોંના ચાંદા, શ્વાસની દુર્ગંધ અને પેઢા ચડી જતા હોય તો રાહત મળે છે.
.
સ્કિન માટે ફાયદાકારકજાંબુના પાનમાં એન્ટી ઓક્સિડેન્ટના ગુણ હોવાથી તેના પાન ચાવવાથી સ્કિન પરના દાગ ધબ્બા ઓછા થાય છે અને સ્કિનને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે.