ઉનાળામાં મળતુ આ ફ્રુટ અનેક પોષક તત્વોનો છે ભંડાર, જાણો ફાયદા

3 June 2024 

Image - Socialmedia

ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો લીચી ખાવાનું પસંદ કરે છે. લીચી ખાવાથી શરીરમાં હાઇડ્રેશન જળવાઈ રહે છે

Image - Socialmedia

લીચીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામીન A, C, E, K, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે.

Image - Socialmedia

લીચીમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત, એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ દૂર થાય છે.

Image - Socialmedia

જે લોકો સ્થૂળતાથી પીડિત છે તેઓ રોજ લીચીનું સેવન કરી શકે છે. લીચીમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે

Image - Socialmedia

સ્વાસ્થ્યની સાથે લીચી ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન A મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે.

Image - Socialmedia

લીચીમાં વધુ માત્રામાં પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે

Image - Socialmedia

લીચીને તમારા વજન ઘટાડવાના આહારમાં પણ સામેલ કરી શકાય છે. તે ઓછી કેલરી અને ઓછી ચરબીવાળું છે

Image - Socialmedia

પણ દિવસમાં માત્ર 3 થી 4 લીચી જ ખાવી જોઈએ. તેનું વધુ પડતું સેવન કરવાથી લો બ્લડ પ્રેશર અને એલર્જીની સમસ્યા થઈ શકે છે.

Image - Socialmedia