જો તમે આ રીતે અળસીના બીજ ખાશો તો તમારા ચહેરા પર નહીં પડે કરચલીઓ, વધતી ઉમરે પણ ચમક્તી રહેશે તમારી સ્કિન

25 May 2024

અળસીના બીજથી શરીરને ઘણો ફાયદો થાય છે. જેમાં ત્વચા માટેના ફાયદા પણ સામેલ છે.અળસીના બીજનું સેવન ત્વચાને ડિટોક્સિફાય કરીને ચમકદાર બનાવે છે.

અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે, ખાસ કરીને આલ્ફા લિનોલેનિક એસિડ, જે ત્વચાને સ્વસ્થ બનાવે છે.

પોષણથી ભરપૂર હોય છે અળસીના બીજ અળસીના બીજમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર હોય છે. તેમાં વિટામિન ઇ, મેગ્નેશિયમ અને સોલ્યુબલ ફાઇબર હોય છે જે ત્વચાને ડિટોક્સિફાય કરે છે.

અળસીના બીજ નિર્જીવ, શુષ્ક ત્વચા માટે રામબાણ છે. આનું સેવન કરવાથી ખીલ, ડાઘ અને ત્વચાના અન્ય રોગોથી પણ રાહત મળે છે.

અળસીના બીજનું સેવન વૃદ્ધત્વની ગતિને ધીમી કરે છે. એટલે કે ઉંમરના નિશાન તરીકે ચહેરા પર કરચલીઓ આવતી નથી અને ત્વચા ટાઈટ રહે છે.

વધતી ઉમરના સંકેતોને રોકે છે અળસી અળસીના બીજ ત્વચાને નવી જાન આપે છે અને તેને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા નિર્જીવ દેખાતી નથી. તમે સેવન શરૂ કર્યાના 15-20 દિવસમાં અસર જોવાનું શરૂ કરશો.

અળસીના બીજમાં હાજર ફાઇબર પેટની તંદુરસ્તી સુધારે છે, જેના કારણે શરીરમાંથી તમામ હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે.

જો શરીરમાં કોઈ હાનિકારક તત્વો ન હોય તો ત્વચા આપોઆપ ચમકવા લાગે છે.

અળસીના બીજ ક્યારે અને કેવી રીતે ખાવા સવારે ખાલી પેટે અળસીના બીજનું સેવન કરવું શ્રેષ્ઠ છે. આ માટે એક ચમચી અળસીના બીજને સારી રીતે ધોઈને એક ગ્લાસ પાણીમાં નાખો અને આખી રાત પલાળી રાખ્યા બાદ સવારે તે પાણી પી લો.