27 May 2024

શું દારૂની પણ હોય છે એક્સપાયરી ડેટ?

Pic credit - Freepik

વિશ્વમાં આલ્કોહોલ પીનારાઓની સંખ્યા મોટી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સમયની સાથે શરાબ પણ બગડે છે

ખાવાની બીજી વસ્તુની જેમ બીયર પણ ઓર્ગેનિક પ્લાંટ ઇન્ગ્રીડિએન્ટ્સથી બનાવવામાં આવે છે જેના કારણે તે સમય જતા બગડી જાય છે

thompson island brewing ના અહેવાલ મુજબ, એકવાર ખોલવામાં આવેલી બીયર 36 કલાક સુધી જ તાજી રહી શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વાર કોઇ પણ આલ્કોહોલ ખોલ્યા પછી તેને ભરીથી એર ટાઇટ રીતે બંધ કરવામાં આવે તો તેની બગડવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે

પરંતુ બીયરમાં આ નિયમ લાગુ પડતો નથી, એક વાર ખોલ્યા પછી બીયર ખરાબ થવા લાગે છે, અને તેનો સ્વાદ પણ બદલાઇ જાય છે

સામાન્ય રીતે, મોટાભાગની બીયર ઉત્પાદન તારીખથી 6 મહિનાની અંદર એક્સપાયર્ડ થઈ જાય છે

  એક્સપાયર્ડ આલ્કોહોલ સ્વાસ્થ્યને ખુબ નુકસાન પહોંચાડે છે, નાની સમસ્યાથી લઇને ગંભીર બીમારી સુધી આ ખરાબ થયેલા આલ્કોહોલ નુકસાન પહોંચાડી શકે છે