તમે તમારા ટોવેલને કેટલા સમયે ધોવામાં નાખો છો? ડૉક્ટરે ધોવાનો યોગ્ય સમય અને રીત જણાવી
09 Feb 2025
(Credit Image : Getty Images)
ટોવેલને ઘણા લોકો 1-2 દિવસે ધોવે છે તો ઘણા લોકો મહિનામાં પણ નથી સાફ કરતા, પરંતુ ઘણા લોકો એક વાતને અવગણે છે.
1 મહિનામાં સાફ નથી કરતા
આજે અમને તમને જણાવશું કે, રોજબરોજ વપરાતા ટોવેલને કેટલા દિવસ પછી ધોવા જોઈએ.
કેટલા દિવસ પછી ધોવા?
2200 બ્રિટિશ પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે લોકો પાસે ટુવાલ કેટલી વાર ધોવા જોઈએ તે અંગે કોઈ સાચી માહિતી નથી.
કેટલી વાર ધોવા
સંશોધનમાં 44 ટકા લોકોએ કહ્યું કે, તેઓ 3 મહિના કે તેથી વધુ સમય પછી તેમના ટુવાલ ધોવે છે.
ટુવાલ
કંપનીના ડેટા અનુસાર સંશોધનમાં સામેલ લગભગ પાંચમાંથી એક વ્યક્તિએ કહ્યું કે, તે મહિનામાં એકવાર પોતાનો ટુવાલ ધોવે છે.
મહિનામાં એકવાર જોવો
એક ચતુર્થાંશ લોકોએ કહ્યું કે, તેઓ અઠવાડિયામાં એકવાર ટુવાલ ધોવે છે અને 20માંથી 1 લોકોએ કહ્યું કે, તેઓ દરરોજ ટુવાલ ધોવે છે.
અમુક લોકો રોજ ટુવાલ ધોવે છે
લંડનમાં ઘરની સ્વચ્છતા અને ચેપ રોગ નિવારણના નિષ્ણાત ડૉ. સેલી બ્લૂમફિલ્ડે આ વિશે સચોટ માહિતી આપી. તેમણે કહ્યું કે ટુવાલને અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ગરમ પાણી અને નરમ ડિટર્જન્ટથી ધોવા જોઈએ.
અઠવાડિયામાં એકવાર ધોવો
જો કે ટુવાલ જોતા તો સ્વચ્છ દેખાય છે, સમય જતાં તેમાં લાખો જંતુઓ એકઠા થાય છે અને તમારી સાથે રહેતા લોકો માટે ગંભીર સ્વાસ્થ્ય જોખમ ઊભું કરી શકે છે.
લાખો જંતુઓ એકઠા થાય
તમારે એ ના ભૂલવું જોઈએ કે તમે એવા વિસ્તારોને પણ સાફ કરી રહ્યા છો જે સૂર્યપ્રકાશના સંપર્કમાં નથી આવતા, જે બેક્ટેરિયાનું ઘર હોઈ શકે છે.
સૂર્યપ્રકાશ
જો તમને ચહેરા કે શરીર પર ખીલની સમસ્યા હોય તો નિયમિતપણે તમારા ટુવાલને ધોઈ લો. જો તમે જીમમાં જાઓ છો અને ત્યાં નેપકિનનો ઉપયોગ કરો છો તો તેને નિયમિતપણે ધોવા પણ મહત્વપૂર્ણ છે.
નેપકિનનો ઉપયોગ
નિયમિતપણે એટલે કે ટુવાલને અઠવાડિયે એક વાર તો ફરજિયાત ધોવો જોઈએ. જો ટાઈમ હોય તો 3 કે 4 દિવસે એક વાર ધોઈ શકાય.
4 દિવસે એક વાર
જો બની શકે તો, ટુવાલને ગરમ એટલે કે હુંફાળા પાણીમાં ડિટર્ઝન્ટ નાખીને ધોવા જોઈએ. જેથી કરીને તેમાંથી ખરાબ બેક્ટેરિયા દૂર થઈ જાય.