વજન વધે છે ? આ સૂપર ફુડનું કરો સેવન, ચરબી મીણની જેમ ઓગળશે

14 જુલાઇ 2024

Credit: Instagram

 ખાવાની ખોટી આદતોના કારણે શરીરનું વજન ઝડપથી વધવા લાગે છે.આવી સ્થિતીમાં તમે વજન કંન્ટ્રોલ કરવા માંગતા હોય તો ચિયા સિડ્સનું સેવન કરી શકો છો.

ચિયા સીડ્સમાં વિટામિન સી, વિટામિન બી-3, મેંગેનીઝ, સેલેનિયમ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણો મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ચિયા સીડ્સનું પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે. ચિયા સીડ્સમાં રહેલા પોષક તત્વો મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે તેનું સેવન કરી શકાય છે.

ચિયા સીડ્સ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે જો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય તો હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં હૃદયના દર્દીઓ તેનું સેવન કરી શકે છે.

ચિયા સીડ્સ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી સંધિવાની સમસ્યામાં પણ રાહત મળે છે.

ચિયા સીડ્સને પાણીમાં ભેળવીને પીવાથી પેટ માટે ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઈબર પાચનતંત્રને સુધારે છે. આ ઉપરાંત તેને પીવાથી અપચો, કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત મળે છે.

ચિયા સીડ્સનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ચિયાના બીજમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ શરીરને અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે.

તમે ચિયા સીડ્સને પાણીમાં મિક્સ કરીને પી શકો છો. અથવા સલાડમાં નાખીને પણ તેનું સેવન કરી શકો છો

મેથીના દાણામાં પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી વાળને સ્વસ્થ બનાવવામાં મદદ મળે છે અને વાળ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

Credit: Instagram

આ પણ જુઓ