બીયર પીવાથી થાય છે આ લાભ

16 July 2024

સામાન્ય રીતે દારૂ કે બીયર પીવું સારું માનવામાં આવતું નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બીયર પીવી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Image Credit: Pixabay

આનો મતલબ એવો નથી કે તમને બેફામ બીયર પીવાની છૂટ મળી ગઈ છે. તેનું મર્યાદિત માત્રામાં સેવન ફાયદાકારક છે. આવો તમને જણાવીએ કે તે કેવી રીતે ફાયદાકારક છે.

Image Credit: Pixabay

જો તમારી કિડનીમાં પથરી છે તો શક્ય છે કે દરરોજ એક બીયર પીવાથી તે યુરીન દ્વારા બહાર નીકળી શકે.દરરોજ બીયર પીવાથી પથરીનું જોખમ ઓછું થાય છે.

સિલિકોન હાડકાના વિકાસમાં મદદ કરે છે અને બીયરમાં સિલિકોન તત્વ હોય છે. જો તમે દરરોજ એક કે બે ગ્લાસ બીયર પીતા હો તો હાડકાંના ફ્રેક્ચરનું જોખમ ઘટી જાય છે.

જો હૃદયની અંદરની સપાટી પર કોલેસ્ટ્રોલ અને ચરબી જમા થઈ ગઈ હોય તો બીયર પીવી ફાયદાકારક છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે

બીયર પીવાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. બીયરમાં રહેલુ આલ્કોહોલ શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે, જે ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે.

લોહી ગંઠાઈ જવાને કારણે મગજમાં લોહી અને ઓક્સિજનનો પ્રવાહ બંધ થઈ જાય છે, જેનાથી સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, બીયર પીવાથી રક્ત પરિભ્રમણ વધે છે અને લોહીના ગંઠાવાનું જોખમ ઓછું થાય છે.

બીયર મગજમાં ડોપામાઈનને રિલીઝ કરે છે, જે શરીરને આરામ આપવા અને અનિદ્રાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ડૉકટરો પણ આ સલાહ આપે છે.

બીયરમાં યીસ્ટ અને વિટામિન બી હોય છે, જે ડેન્ડ્રફને ઘટાડે છે અને વાળને ચમકદાર બનાવે છે.