19 july 2024

મચ્છર કરડે તો તરત લગાવી દો આ વસ્તુ, કળતર,બળતરા અને ફોલ્લી બેસી જશે

Pic credit - Socialmedia

ચોમાસામાં માખી મચ્છરનો ખતરો વધી જાય છે. ઠંડક અને ભેજ વાળી જગ્યાએ તે વધુ જોવા મળે છે.

Pic credit - Socialmedia

ભેજવાળું વાતાવરણ મચ્છરના પ્રજનન માટે વાતાવરણ પૂરું પાડે છે આથી તેનો ઉપદ્રવ પણ વધે છે.

Pic credit - Socialmedia

ત્યારે આ દરમિયાન મચ્છરના કરડવાથી અનેક ડેંગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ થઈ શકે છે. 

Pic credit - Socialmedia

ત્યારે મચ્છર કરડે તો તમે કેટલાક ઘરેલુ ઉપચારથી પણ તરત મદદ મેળવી શકો છો 

Pic credit - Socialmedia

એલોવેરા જેલ સરળ ઉપચાર છે જેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે મચ્છરના ડંખના કારણે થતી કળતર મટાડે છે.

Pic credit - Socialmedia

એપલ સાઇડર વિનેગરને મચ્છર કરડ્યું હોય તે જગ્યા પર લગાવો. તેમા બળતરા વિરોધી ગુણધર્મ હોય છે આથી તે ખંજવાળ અને સોજો મટાડે છે.

Pic credit - Socialmedia

મધ પણ ખુબ ઉપયોગી છે જેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે ચેપના જોખમને ઘટાડવામાં અને ખંજવાળ તેમજ બળતરા દૂર કરવામાં મદદ કરે છે.

Pic credit - Socialmedia

મચ્છરના ડંખ પર બરફ લગાવવાથી પણ ફાયદો થાય છે, બરફ તે વિસ્તાર પર આવેલો સોજો મટાડી ખંજવાળ દૂર કરે છે

Pic credit - Socialmedia

તુલસીના પાનમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે ખંજવાળ અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. આથી મચ્છર કરડે તો તુલસીના પાન પીસી તેના પર લગાવી દો

Pic credit - Socialmedia