અનંત-રાધિકાના લગ્ન લંડનમાં નહીં પણ મુંબઈમાં થશે, આ રહ્યું સંપૂર્ણ શેડ્યૂલ

25 May 2024

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યા છે

અત્યાર સુધી એવી અટકળો હતી કે આ પાવર કપલના લગ્ન લંડનમાં થશે

મુકેશ અંબાણીની પ્રોપર્ટી સ્ટોક પાર્ક એસ્ટેટ ત્યાં આવેલી છે, પરંતુ હવે તેની વિગતો સામે આવી છે

નવી વિગતો મુજબ બંને જણ મુંબઈમાં જ 7 ફેરા લેશે, પરંતુ મુંબઈમાં તેઓ ક્યાં હશે તેની વિગતો બહાર આવી નથી

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, બંનેના વેડિંગ ફંક્શન એન્ટિલિયા અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાય તેવી શક્યતા છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન 10 અને 12 જુલાઈ વચ્ચે મુંબઈમાં યોજાશે

બંનેની પ્રથમ પ્રી-વેડિંગ સેલિબ્રેશન આ વર્ષે માર્ચમાં ગુજરાતના જામનગરમાં થયું હતું

હવે બંનેના બીજા પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ ચાલી રહી છે, જે યુરોપમાં ક્રૂઝ શિપ પર યોજાઈ શકે છે