ભારતના મોટાભાગના ઘરમાં દાળનું સેવન કરવામાં આવે છે.
અલગ અલગ દાળમાંથી જુદી - જુદી વાનગીઓ બનાવી શકાય છે.
આપણે બધા જ જાણીએ છીએ કે બજારમાં પોલીશ અને અનપોલીસ્ડ 2 પ્રકારની દાળ મળે છે.
દાળને પોલીશ કરવા માટે દાળને મશીનમાં ઘસવામાં આવે છે. આ ઉપરાંત દાળ પર સિલિકોન પોલીશ કરવામાં આવે છે.
કેટલીક વાર દાળને પોલીશ કરવા માટે ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવે છે.
પોલીશ કરેલી દાળનું સેવન કરવાથી પાચનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અનપોલીસ્ડ દાળમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. જેથી તેનું સેવન કરવાથી દાળને પચવામાં મુશ્કેલી થતી નથી. જેથી અનપોલીશ દાળનું સેવન કરવું જોઈએ.
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)