ભારતમાં ઈન્ટરનેટ ક્યાંથી આવે છે, કેવી રીતે મળે છે ફાસ્ટ સ્પીડ?

18 March, 2024 

વાઈફાઈ કે મોબાઈલ ટાવરની મદદથી ઘરોમાં ઈન્ટરનેટ પહોંચાડવામાં આવે છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે ભારતમાં ઈન્ટરનેટ ક્યાંથી આવે છે?

ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત વર્ષ 1986માં કરવામાં આવી હતી અને તે સમયે તે માત્ર શિક્ષણ અને સંશોધન કરતા લોકોને જ પ્રદાન કરવામાં આવતું હતું.

15 ઓગસ્ટ 1995થી દેશની સામાન્ય જનતા માટે ઈન્ટરનેટની સુવિધા શરૂ થઈ.

ભારતમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા 90 કરોડ છે અને તે વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ ધરાવતો દેશ છે.

મોટાભાગના દેશોમાં ઈન્ટરનેટ સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા પહોંચાડવામાં આવે છે, જે દરિયાની સપાટી પર હોય છે.

હાલમાં, ભારત 17 અલગ-અલગ સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલની મદદથી ઈન્ટરનેટ મેળવે છે.

દેશની સૌથી મોટી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP) કંપનીની વાત કરીએ તો તે Jio છે જ્યારે ભારતી એરટેલ બીજા ક્રમે છે.

વિશ્વમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોમાં ભારત 28મા નંબરે છે અને દેશની સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ 75.86mbps છે.