કેરી ખાધા પછી કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો

08 June 2024

Pic credit - Freepik

ફળોનો રાજા કેરી દરેકની પ્રિય છે. ઉનાળામાં આ ફળ બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ ખાય છે.

ફળોનો રાજા

કેરી ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

સ્વાસ્થ્ય માટે

તેના સેવનથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી, પરંતુ પાચનક્રિયા પણ સ્વસ્થ રહે છે.

પાચનક્રિયા

શું તમે જાણો છો કે કેરી ખાધા પછી કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આવો જાણીએ આ વસ્તુઓ વિશે

ન ખાઓ આ વસ્તુઓ

કેરી ખાધા પછી તરત જ દહીં ખાવાથી પેટમાં કાર્બન ડાયોક્સાઈડ બને છે, જેનાથી પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

દહીં

કેરી ખાધા પછી મસાલેદાર ખોરાક ન લેવો જોઈએ. તેનાથી કબજિયાત અને એસિડિટી થઈ શકે છે. આનાથી ત્વચા પર પણ ખરાબ અસર પડી શકે છે

મસાલેદાર ખોરાક

કેરી ખાધા પછી તરત જ કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ ન પીવો. આ બંનેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તમારું બ્લડ શુગર લેવલ વધી શકે છે.

કોલ્ડ ડ્રિંક્સ

કેરી સ્વાદમાં મીઠી હોય છે અને કારેલા કડવી હોય છે. આ બંને પેટમાં પ્રતિક્રિયા કરી શકે છે. જેના કારણે ઉલ્ટી, ઝાડા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કારેલા