Arthritis ના દર્દીઓએ શું ન ખાવું જોઈએ?

15: july

photo : instagram

Arthritis એક એવો રોગ છે જેમાં સાંધામાં સોજો, દુખાવો અને જડતા આવે છે. આ રોગમાં યોગ્ય આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બટાકામાં રહેલું સોલેનાઇન નામનું રસાયણ સોજો વધારી શકે છે. સંધિવાના દર્દીઓએ બટાકા ઓછી માત્રામાં ખાવા જોઈએ, ખાસ કરીને તળેલા કે પ્રોસેસ્ડ સ્વરૂપમાં નહીં.

વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં પાણીનો સંગ્રહ અને હાડકાં નબળા પડી શકે છે. સંધિવાના દર્દીઓએ તેમના રોજિંદા આહારમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવું જોઈએ.

આલ્કોહોલનું વધુ પડતું સેવન હાડકાં નબળા પાડે છે અને સાંધામાં સોજો વધે છે. સંધિવાના દર્દીઓએ દારૂ પીવાનું સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ.

લાલ માંસમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરમાં સ્વેલીંગ વધારે છે. સંધિવાના દર્દીઓએ તેને મર્યાદિત કરવું જોઈએ અથવા સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ.

વધુ પડતું ગળ્યું ખાવાથી શરીરમાં સોજો અને વજન બંને વધે છે. સંધિવાના દર્દીઓએ મીઠાઈઓ, સુગર વાળા પીણા અને પ્રોસેસ્ડ ખોરાકથી દૂર રહેવું જોઈએ.

વધુ પડતી ચા, કોફી અથવા એનર્જી ડ્રિંક્સમાં રહેલું કેફીન હાડકાંને નુકસાન પહોંચાડી શકે છે. સંધિવાના દર્દીઓએ કેફીનવાળી વસ્તુઓનું સેવન મર્યાદિત કરવું જોઈએ.

લીંબુ, આમલી, અથાણું જેવી ખાટી વસ્તુઓ સંધિવાના દર્દીઓમાં સોજો અને દુખાવો વધારી શકે છે. આ વસ્તુઓના સેવન પર નિયંત્રણ રાખો અને ડૉક્ટરની સલાહ લો.

સંધિવામાં સંતુલિત આહાર અને સક્રિય જીવનશૈલી અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય આહાર સાંધાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને પીડા અને સોજાથી રાહત આપે છે.