વધારે પડતું વિચારવાથી શરીરની હાલત શું થાય?

24 May 2025

Photo Credit: Getty Images

જ્યારે આપણે વધારે પડતું વિચારીએ છીએ ત્યારે આપણું મગજ એક્ટિવ રહે છે. જો કે, આનાથી માનસિક થાક અનુભવાય છે. 

માનસિક થાક

માનસિક થાકથી શરીર સુસ્ત પડે છે અને આખી બોડી થાકેલી લાગે છે.

શરીર સુસ્ત પડે 

વધારે પડતું વિચારવાથી ઊંઘમાં ખલેલ પડે છે. કેમ કે, સૂતી વખતે આપણું મગજ કેટલાંક વિચારોમાં ખોવાયેલુ રહે છે. 

ઊંઘમાં ખલેલ

વધારે પડતું વિચારવાથી  હૃદયના ધબકારા વધે છે અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા ઊભી થાય છે. 

હાઈ બ્લડ પ્રેશર

જ્યારે મગજ કોઈ એક વસ્તુ પર વારંવાર વિચાર કરે છે તો સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિસોલનું લેવલ વધી જાય છે, જેનાથી શરીર પર ખરાબ અસર થાય છે. 

કોર્ટિસોલનું લેવલ 

વધારે પડતું વિચારવાથી ગેસ, અપચો અને ભૂખ ન લાગવી તેવી સમસ્યા ઊભી થાય છે. 

ગેસ જેવી સમસ્યા

વધારે પડતું વિચારવાથી ઇમ્યુન સિસ્ટમ નબળું પડી જાય છે. જેના કારણે વ્યક્તિને શરદી કે બીજી અન્ય બિમારી થઈ શકે છે. 

શરદી કે બીજી અન્ય બિમારી

વધુમાં જોઈએ તો, વધારે પડતું વિચારવાથી વ્યક્તિ પોતાના પર શંકા કરવા લાગે છે, જેના લીધે આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. 

આત્મવિશ્વાસમાં ઘટાડો

વધારે પડતું વિચારવાથી વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને વ્યક્તિ નાની નાની વાતે ગુસ્સો કરવા લાગે છે.  

નાની નાની વાતે ગુસ્સો