24 May 2025

'Brain Tumor'ના શરૂઆતી સંકેતો શું છે?  

બ્રેઇન ટ્યુમર એક ગંભીર અને જીવલેણ બિમારી છે. શરુઆતમાં આના લક્ષણો સામાન્ય લાગે છે પણ ધીરે ધીરે આ બિમારી ગંભીર બની જાય છે.  

ગંભીર અને જીવલેણ બિમારી

જો માથામાં સતત દુખાવો રહે અને દવા લીધા બાદ પણ રાહત ન મળે, તો સમજવું કે આ બ્રેઇન ટ્યુમરનું પ્રારંભિક લક્ષણ છે. 

પ્રારંભિક લક્ષણ 

જો જોવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થાય, વસ્તુઓ ધૂંધળી કે બે-બે દેખાય, તો એ માત્ર આંખની નહીં પણ મગજની ગંભીર બિમારી હોઈ શકે છે. 

મગજની ગંભીર બિમારી

વારંવાર ચક્કર આવવા, ચાલતી વખતે સંતુલન બગડી જાય કે વારંવાર પડી જવાનો ડર લાગે તો સમજવું કે આ પણ બ્રેઇન ટ્યુમરના સંકેત છે.

સંતુલન બગડી જાય

શરીરના કોઈ ભાગમાં ઝણઝણાટી, કમકમાટી અથવા હાથ-પગમાં તાકાત ન રહે તો સમજવું કે આ પણ  બ્રેઇન ટ્યુમરની નિશાની છે.

શરીરમાં તાકાત ન રહે 

યાદશક્તિ ઘટવી, વસ્તુઓ ભૂલી જવી કે વિચારવાની શક્તિમાં ઘટાડો થવો એ પણ બ્રેઇન ટ્યુમરના લક્ષણોમાંનું એક છે. 

વિચારવાની શક્તિમાં ઘટાડો

જો તમને વારંવાર ઉબકા, ઉલટી થઈ રહી છે  અથવા માથામાં તીવ્ર દુખાવો થાય છે તો તેને અવગણશો નહીં. આ પણ બ્રેઇન ટ્યુમરના લક્ષણોમાંનું એક હોઈ શકે છે.  

તીવ્ર દુખાવો

જો આવા કોઈ પણ લક્ષણો દેખાય છે તો તરત જ ડૉક્ટરની સલાહ લો. 

ડૉક્ટરની સલાહ