ગરમીમાં ભૂલથી પણ ના પહેરજો આવા કપડા, થઈ શકે છે સ્કિન એલર્જી

13 April, 2024 

Image - Socialmedia

ઉનાળો શરુ થતાની સાથે લોકો પરસેવે રેબજેબ થવા લાગ્યા છે

Image - Socialmedia

ઉનાળાની ગરમી અને ગરમીમાં થતો પરસેવો બંને તમારી ત્વચા માટે હાનિકારક છે.

Image - Socialmedia

ગરમીમાં પરસેવાના કારણે ચામડી પર એલર્જી કે  ફોલ્લીઓ થવા લાગે છે

Image - Socialmedia

ત્યારે આ ફોલ્લીઓ અને એલર્જી ગરમીમાં યોગ્ય કપડાં ન પહેરતા પણ થાય છે અને તેના કારણે  ત્વચા પર લાલ ચકામા પડી જાય છે.

Image - Socialmedia

ત્યારે ઉનાળામાં કેવા કપડા ન પહેરવા જોઈએ અને કેમ જાણો અહીં

Image - Socialmedia

ઉનાળાની ઋતુમાં, પોલિએસ્ટરના કપડા ન પહેરવા કારણ કે તે કપડા જલદી પરસેવો શોષી સકતા નથી જેના કારણે ખંજવાળ આવે છે.

Image - Socialmedia

ઉનાળામાં સાટિનના કાપડા પણ તમારી ત્વચા માટે બિલકુલ સારા નથી કારણે સાટિનના કપડામાંથી હવા પસાર થતી નથી આથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.

Image - Socialmedia

રેશમી કાપડના કપડા પણ ઉનાળામાં ન પહેરવા કારણ કે તે પરસેવો શોષી શકતા નથી તેમજ તે કપડામાં  હવા પણ પસાર થઈ શકતી નથી.

Image - Socialmedia

નાયલોનના કપડા પરસેવો એટલી સારી રીતે શોષી શકતા નથી અને આ કારણે પણ નાયલોનના કપડા ન પહેરવા

Image - Socialmedia

ઉનાળા દરમિયાન, સુતરાઉ કાપડ તમારી ત્વચા માટે સૌથી સુરક્ષિત કાપડ છે. કારણકે તે નરમ હોવાની સાથે તે પરસેવો પણ સારી રીતે શોષી લે છે.

Image - Socialmedia

ઉનાળાના દિવસોમાં બને તેટલા ઢીલા કપડાં પહેરો

Image - Socialmedia