ઉમરના પ્રમાણમાં આપણા શરીરમાં કેટલુ હોવુ જોઈએ વિટામીન B12- જાણો

12 April 2024

વિટામીન B12 શરીર માટે જરૂરી વિટામીન પૈકી એક છે. શરીરમાં તેની કમીથી અનેક ગંભીર સમસ્યાઓ આવી શકે છે.

વિટામીન B12ની કમીને નજરઅંદાજ ન કરવી જોઈએ, ઉમર પ્રમાણે એક તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં કેટલુ હોવુ જોઈએ વિટામીન B12 એ અહીં સમજો.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ એક વયસ્ક વ્યક્તિમાં વિટામીન B12નું 300 pg/ml થી ઉપરનું સ્તર સામાન્ય ગણાય છે.

જો વિટામીન B12નું લેવલ 200-300 pg/ml સુધી છે તો તેને બોર્ડર લાઈન ગણવામાં આવે છે અને 200  pg/ml થી નીચેનું લેવલ કમી સૂચવે છે.

0 થી 12 મહિનાના શિશુમાં વિટામીન B12નું નોર્મલ લેવલ 200-800 pg/mL છે. 

1 થી 17 વર્ષ સુધીની વ્યક્તિમાં 300-900 pg/mL અને 18 વર્ષથી મોટી ઉમરના લોકોમાં 200-900 pg/mL સામાન્ય ગણાય છે.

જો આપનું વિટામીન B12 લેવલ ઓછુ રહેતુ હોય તો તુરંત તેને વધારવા માટે વિટામીન B12 રિચ ફુડ્સને આહારમાં સામેલ કરો.

Disclaimer: આ લેખ માત્ર આપની જાણકારી માટે છે. આના પર અમલ કરતા પહેલા તમારા વિશેષજ્ઞ ડૉક્ટર સાથે જરૂર પરામર્શ કરો.