કેનેડા સરકારે વર્ક પરમિટને લગતા નવા નિયમો કર્યા જાહેર

03 April, 2024

કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક નવો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે. 

કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેના પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ નિયમોમાં ફેરફાર કર્યો છે.

જે વિદ્યાર્થીઓએ બે વર્ષથી ઓછા સમયમાં માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે તેઓ હવે 3-વર્ષના PGWP માટે પાત્ર બનશે.

જો કે તેઓ અન્ય તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા હોવા જરૂરી. 

શરૂઆતમાં આ ફેરફાર 1 સપ્ટેમ્બર, 2024થી લાગુ થવાનો હતો.

હવે આ ફેરફાર 15 મે, 2024થી અમલમાં આવશે.

આનો અર્થ એ છે કે 15 મે, 2024 થી કોર્સ લાયસન્સિંગ એગ્રીમેન્ટ પ્રોગ્રામ્સમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ હવે PGWP માટે પાત્ર રહેશે નહીં.

આ ઉપરાંત અંતર શિક્ષણ અને પી.જી.ડબલ્યુ.પી. વિશેષ પગલાંની માન્યતા 31 ઓગસ્ટ 2024 સુધી લંબાવવામાં આવી છે.