IPl 2204માં MI નો કેપ્ટન હાર્દિક પંડ્યા કેટલી ચોપડી ભણ્યો છે?

04 April, 2024

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેની ક્રિકેટ કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

હાર્દિક અગાઉ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે વર્ષ 2022માં IPLનું ટાઇટલ જીત્યું હતું.

ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવતો હાર્દિક ઘણો ઓછુ ભણેલો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા માત્ર 9મા ધોરણ સુધી જ ભણ્યો છે.

ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને કારણે હાર્દિકે આવું કર્યું હતું. તેણે નાનપણથી જ નક્કી કરી લીધું હતું કે તે ક્રિકેટના ક્ષેત્રમાં કરિયર બનાવશે.

બાળપણમાં પરિવારની આવક પણ ઘણી ઓછી હતી. કહેવાય છે કે ઘણી વખત હાર્દિકે માત્ર મેગી ખાઈને જ જીવવું પડ્યું હતું.

બાળપણની ગરીબી અને ક્રિકેટ પ્રત્યેની તેની લગન અને સખત મહેનતે હાર્દિકને આજે વિશ્વનો ટોચનો ઓલરાઉન્ડર બનાવ્યો છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા પરિણીત છે અને એક પુત્રનો પિતા છે.

આ સ્ટાર ઓલરાઉન્ડરની પત્ની મોડલ નતાશા સ્ટેનકોવિક છે જે ખૂબ જ સુંદર છે.

હાર્દિકની કમાણી આજે કરોડોમાં છે. હાર્દિક પાસે કરોડોનું ઘર, લક્ઝરી કાર છે.