4.2.2025

કોણ છે આ મુંડન વાળી દુલ્હન, જેના લગ્નના ફોટો થઈ રહ્યા છે વાયરલ

Image - Freepik  

યુએસ સ્થિત દેશી ફેશન ઈન્ફ્લુએન્સર નિહાર સચદેવા તેના વેડિંગ લૂક માટે વાયરલ થઈ રહી છે

નિહારે થોડા દિવસ પહેલા જ થાઈલેન્ડમાં પોતાના પાર્ટનર અરુણ ગણપતિ સાથે લગ્ન કર્યા હતા

લગ્નમાં નિહાર સચદેવા સુંદર લાલ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે ડિઝાઈનર લહેંગા-ચોલી પહેરી હતી. લાલ દુપટ્ટો ઓઢ્યો હતો. જોકે તેને મુંડન લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે.

નિહાર એકમાત્ર દુલ્હન હશે, જેણે મુંડન લુકમાં લગ્ન કર્યા હતા. ઈન્ફ્લુએન્સરનો અનોખો બ્રાઇડલ લુક ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

લગ્નમાં નિહારે તેના લહેંગા સાથે પરંપરાગત ભારતીય જ્વેલરી પહેરી હતી. આટલું જ નહીં, તેણે કપાળ પર માંગ ટીક્કો પણ લગાવ્યો હતો. તેણે તેને ટેપની મદદથી પોતાના માથા સાથે જોડી રાખ્યો હતો.

નિહાર સચદેવાને તેના મુંડન લુકમાં પણ સુંદર દેખાઇ રહી છે, લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

નિહાર સચદેવા નાનપણથી જ એલોપેસીયા નામની બીમારીથી પીડિત છે. તેણી શાળાના દિવસોમાં વિગ પહેરતી હતી. ટાલ પડવાને કારણે તેને લોકો બુલી પણ કરતા હતા.

પછી તે સમય આવ્યો જ્યારે નિહારે પોતાની જાતને વિગ પાછળ ન છુપાવવાનું નક્કી કર્યું. તેમને પૂછવામાં આવ્યું કે મુંડન કન્યા સાથે લગ્ન કોણ કરશે. હવે તેણે આ સવાલનો જવાબ પણ આપી દીધો છે.

તેના મુંડન લુક સાથે, નિહાર સોશિયલ મીડિયા પર જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.