5 માર્ચ 2024

સુરભી ચંદનાના લગ્નના અનસીન ફોટા, જુઓ અહીં

નાગિન 5 ફેમ સુરભી ચંદના લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે પોતાના લગ્નની ઘણી અનસીન તસવીરો શેર કરી છે.

સુરભીએ કેપ્શનમાં લખ્યું- "આખરે 13 વર્ષ પછી ઘરે, અમે નવી સફર માટે તમારો પ્રેમ અને આશીર્વાદ ઈચ્છીએ છીએ."

સુરભી ચંદનાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કર્યા. બંને એકબીજાને 13 વર્ષથી ડેટ કરી રહ્યાં હતાં

સુરભીએ ઈન્સ્ટાગ્રામ પર તેના લગ્નની તમામ ઝલક બતાવી છે. સાત ફેરાથી લઈને સિંદૂર લગાવવા સુધીના તમામ ફોટા શેર કરવામાં આવ્યા છે.

સુરભી ચંદનાના લગ્ન 2 માર્ચે રાજસ્થાનના જયપુરના એક પેલેસમાં થયા હતા. તેની હલ્દી અને મહેંદી સેરેમની પણ ત્યાં જ થઈ હતી.

આ ફોટો તેની બ્રાઈડલ એન્ટ્રીનો છે. તેની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો આ કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે

 આ સાથે એક તસવીરમાં કરણ તેની લેડી લવને મંગળસૂત્ર પહેરાવી રહ્યો છે.

કરણે સુરભીને કિસ કરતી વખતે ફોટો ક્લિક કરાવ્યો હતો. ચાહકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે.