1 માર્ચ 2024

અનંતના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા રિહાના એ કેટલો ચાર્જ લીધો?

અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં ત્રણ દિવસ પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે

જેમાં પોપ સ્ટાર રિહાના પણ આ પ્રી-વેડિંગનો ભાગ બની છે. તે ગુરૂવારે જામનગર પહોંચી હતી. 

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં રિહાના પરફોર્મ કરવા જઈ રહી છે

અંબાણીના ફંક્શનમાં રિહાના તેના હિટ ગીતો પર પરફોર્મ કરશે

મીડિયા રિપોર્ટ મુજબ તે ડાયમંડ, ઓલ ઓફ ધ લાઈટ્સ, વી ફાઉન્ડ લવ ઈન અ હોપલેસ પ્લેસ, વ્હેર હેવ યુ બીન જેવા ગીત પર પરફોર્મ કરશે

મીડિયા રિપોર્ટ મુજબ રિહાના 1 માર્ચે એટલે કે આજના ફંક્શન માટે ઈન્ડો-ફ્યુઝન મિક્સ પોશાક પહેરશે.

આ સાથે રિહાનાએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરવા માટે 60-70 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે.

આમાં રીહાના અને તેના બેકગ્રાઉન્ડ ડાન્સર્સ તેમજ સ્ટેજ સાધનો અને પોશાકનો ખર્ચ પણ સામેલ છે.