11.7.2024

વરસાદી માહોલમાં મહારાષ્ટ્રના ફેમસ મિસળ પાવની મજા માણો, આ રહી રેસિપી 

Image - Pinterest, Freepik 

મિસળ પાવ મહારાષ્ટ્રમાં ખાવામાં આવતી એક ખાસ વાનગી છે. જેને તમે સવારના નાસ્તામાં અથવા તો બપોરના ભોજનમાં પણ ખાઈ શકો છો.  

મિસળ બનાવવા માટે તમાલપત્ર, સૂકુ નાળિયેર, સૂકાલાલ મરચા, ધાણા, ઝીણી કાપેલી ડુંગળી, ટામેટા, તજ, લસણની પેસ્ટ સહિતની સામગ્રી જરુર પડશે.

સૌ પ્રથમ એક પેનમાં લાલ મરચા, તજ, આખા ધાણા, સૂકા મરચા અને સૂકું નારિયેળને રોસ્ટ કરો. 

ત્યાર બાદ એક કડાઈમાં 1 ચમચી તેલ નાખી તેમાં ડુંગળી, ટામેટા અને લસણની પેસ્ટને 1 મિનિટ સુધી થવા દો.ત્યારબાદ ડ્રાય રોસ્ટ મસાલો અને ડુંગળીનો મસાલાની પેસ્ટ બનાવો.

ગ્રેવી તૈયાર થઈ જાય ત્યાર બાદ વઘારવા માટે બીજા પેનમાં એક ચમચી તેલ નાખો. તેમાં રાઈ, હીંગ અને મીઠા લીમડાના પાન નાખો.

ત્યારબાદ ગ્રેવી નાખી તેમાં હળદર, ધાણા જીરું પાઉડર,મીઠું , લાલ મરચું નાખો. ત્યારબાદ બાફેલા કાળા ચણા, મગ- મઠ નાખી મિક્સ કરો

હવે સર્વ કરતા પહેલા મિસળમાં થોડુક પાણી નાખો અને 1 ચમચી ગોળ નાખીને 5-10 મીનીટ ઉકળવા દો.

મિસળ પાવને સર્વ કરવા માટે વાટકીમાં મિસળ કાઢો.આ સાથે પાવને શેકીને પણ સર્વ કરી શકો છો. મિસળની સાથે ડુંગળી, લીંબુ આપવાનું ભૂલતા નહીં.